• શનિવાર, 21 નવેમ્બર, 2026

હોંગકોંગ ઓપનની બેડમિન્ટન ટૂર્ના.માં સાત્વિક-ચિરાગ કવાર્ટર ફાઈનલમાં

હોંગકોંગ, તા. 19 : ભારતીય જોડી સાત્ત્વિક સાંઇરાજ અને ચિરાગ શેટ્ટી હોંગકોંગ ઓપન સુપર-પ00 બેડમિન્ટન ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન પણ આગળ વધ્યો છે જ્યારે મહિલા વિભાગમાં રક્ષિતા રામરાજ અપસેટ કરી પ્રી. ક્વાર્ટરમાં પહોંચી છે. સાત્ત્વિક-ચિરાગની જોડીએ મલેશિયાની જોડી મોહમ્મદ અયૂબ-ટેન વી કિયોંગને 21-19 અને 21-16થી હાર આપી હતી. લક્ષ્ય સેને ડેનમાર્કના ખેલાડી રાસમસ ગેમ્કેને 21-11 અને 21-18થી હાર આપી હતી. જયારે રક્ષિતા રામરાજે ટોકયો ઓલિમ્પિક ચેમ્પિયન  અને વિશ્વ નંબર 4 ચીની ખેલાડી ચેન યુફેઈને 21-18 અને 24-22થી હાર આપી અપસેટ કર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd