નવી દિલ્હી, તા. 16 : આઇસીસીના
નવા ટી20 રેન્કિંગમાં ભારતના ખેલાડીઓને
જોરદાર ફાયદો થયો છે. બેટ્સમેનોમાં ઈશાન કિશન ટોપ ઉપર છે જ્યારે અભિષેક શર્મા એક સ્થાનના
ફાયદાથી પાકિસ્તાનના શાહિબઝાદા ફરહનને પાછળ છોડીને બીજા ક્રમાંકે પહોંચ્યો છે. હવે
બન્ને ખેલાડી વચ્ચે પહેલા સ્થાન માટે મુકાબલો થશે. સંજુ સેમસન 4 ક્રમ ઉપર પહોંચીને રેન્કિંગમ 30મા સ્થાને પહોંચ્યો છે. બોલરોમાં જસપ્રીત
બુમરાહે 7 ક્રમ ઉપર આવીને 10મા સ્થાને છે. વરુણ ચક્રવતી બે ક્રમના સુધારા
સાથે ટી20ના ટોપ-5 બોલરમાં સામેલ થયો છે. અર્શદીપને 11 ક્રમનો ફાયદો થયો છે, જેનાથી હવે 14મા સ્થાને છે. આવી જ રીતે અક્ષર પટેલ 4 ક્રમ ઉપર 27મા સ્થાને છે. ઝિમ્બાબ્વે સામે વન ડે મેચમાં
59 રને જીત મેળવનારી ઓસ્ટ્રેલિયાના
ખેલાડીઓને પણ આઇસીસી રેન્કિંગમાં ફાયદો થયો છે. પાંચ વિકેટ લેનારો નાથન એલિસ 20મા ક્રમાંકે છે જ્યારે મેથ્યૂ રેન અત્યારસુધી
ટોપ-100મા સામેલ નહોતો પણ સદીની ઇનિંગનાં
કારણે 68મા સ્થાને છે. આ ઉપરાંત કૂપર કોનો 77મા ક્રમાંકે છે. ટેસ્ટ રેન્કિંગમાં ઓલી
રોબિન્સને કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવી છે. તેને બે સ્થાનનો ફાયદો થતા હવે
ટેસ્ટ બોલરની યાદીમાં ત્રીજા ક્રમે છે. પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં રોબિન્સને
21 વિકેટ લીધી હતી. નવી યાદીમાં
જોશ ટંગ 11મા અને પાકિસ્તાની ખેલાડી બાબર આઝમ 13મા સ્થાને છે.