ગાંધીધામ,તા.16 : સમુદ્રી વ્યાપાર ક્ષેત્રે કાર્બન
ઉત્સર્જન ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દિનદયાલ પોર્ટને હાઈડ્રોજન હબ બનાવવાયું
છે આ અંતર્ગત ડીપીએ દ્વારા ગ્રીન મીથેનોલ ઉતપાદનની દિશામાં પણ મહત્વનું પગલું લેવાયું
છે (ડીપીએ) તથા આસામ પેટ્રો-કેમિકલ લિમિટેડ (એપીસીએલ) આસામના સહયોગથી, કંડલા બંદર ખાતે 150 ટીપીડી ઈ-મિથેનોલ પ્લાન્ટનો
શિલાન્યાસ સમારોહ યોજાશે. આ અંગેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શિપિંગ મંત્રી, ગુજરાત અને આસામના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ડીપીએ એકઝીબીશન ગ્રાઉન્ડ ખાતે સવારે 11 વાગ્યે સમારોહ યોજાશે. 150 ટન પ્રતિ દિવસ (ટીપીડી) ની
ઉત્પાદન ક્ષમતા ધરાવતી પ્રસ્તાવિત સુવિધા, ભારતની મુખ્ય ઈ-મિથેનોલ સુવિધાઓમાંની એક તરીકે કલ્પના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં
આશરે રૂા.2,300 કરોડનું રોકાણ કરાવામાં આવશે.
જેમાં સ્કેલેબલ મોડ્યુલો/તબક્કાઓ સાથે આયોજન કરવામાં આવ્યું છે. ભારતના વ્યસ્ત પશ્ચિમી
વેપાર માર્ગ પર કંડલા બંદર પર વ્યૂહાત્મક રીતે સ્થિત, આ પ્લાન્ટ સિંગાપોર-રોટરડેમ કોરિડોર પર ચાલતા
જહાજો સહિત શાપિંગ માટે ગ્રીન ઇંધણના પુરવઠાને ટેકો આપવા માટે કલ્પના કરવામાં આવી છે,
જેનાથી ઉભરતા વૈશ્વિક ગ્રીન-ફ્યુઅલ ઇકોસિસ્ટમમાં ભારતનું સ્થાન મજબૂત
બનશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આસામના મુખ્યમંત્રી ડો.હિમંતા બિસ્વા
શર્મા, કેન્દ્રીય શિપીંગમંત્રી સર્બાનંદ સોનોવાલ,કેન્દ્રીય શિપીંગ રાજયમંત્રી શાંતનુ ઠાકુર,ગુજરાતના નાયબ
મુખ્યમંત્રી હર્ષ સંઘવી,આસામના ઉદ્યોગ અને વાણિજય મંત્રી બિમલ બોરાહ,કચ્છના સાંસદ વિનોદ ચાવડા,ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન
મહેશ્વરી,આસામ નાહરકટિયાના ધારાસભ્ય તારંગા ગોગોઈ, શિપીંગ મંત્રાલયના સચિવ વિજય કુમાર,આસામ પેટ્રો-કેમિકલ લી.ના ચેરમેન બિકુલ ડેકા, તથા વાઈસ
ચેરમેન હેમંત ગોગાઈ, ડીપીએ ના ચેરમેન સુશીલકુમાર સિંઘ સહિતના
અગ્રણીઓ ઉપસ્થિત રહશે તેવુ એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.