• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

માલગુડી ડેઝથી જાણીતા બનેલા અનંત નાગને ફાળકે એવોર્ડ

મુંબઈ, તા. 16 : ભારતીય સિનેજગતમાં યોગદાન માટે અભિનેતા અનંત નાગને 2024ના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાની ઘોષણા બુધવારે કરાઈ હતી. દૂરદર્શનની લોકપ્રિય શ્રેણી `માલગુડી ડેઝ'થી જાણીતા બનેલા અનંત નાગને ગુજરાતમાં યોજાનાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં 22મી સપ્ટેમ્બરના સન્માનિત કરાશે. પાંચ દાયકાની કારકીર્દીમાં 250થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા 78  વર્ષીય અનંત નાગ થિયેટરની દુનિયામાં જાણીતું નામ છે. હિન્દી અને કન્નડ સિનેમામાં `િમંચિંના ઓટા', `હંસાગીતે' અંકુશ અને મંથન જેવી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે. દક્ષિણી સ્ટાર યશની ફિલ્મ કેજીએફના બન્ને ભાગમાં પણ નાગ જોવા મળ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd