ભુજ, તા.16 : રાજયની સાથે કચ્છના લેન્ડ રેકર્ડ
વર્ગ-3ના કર્મચારીઓએ પડતર પ્રશ્ને લડતના મંડાણ
કર્યા છે. જિલ્લા લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળના પ્રમુખ મિલન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, સિનિયર સર્વેયર અને સર્વેયરોના પગાર ધોરણ અંગેના
પડતર પ્રશ્નો મુદ્દે સરકારમાં વખતો વખત રજૂઆતો કરાઈ હતી પરંતુ ઉકેલ આવ્યો નથી. જેથી
આકરા કાર્યક્રમોનું નક્કી કરાયું છે, જેમાં તા.18-09 સુધી કચેરીમાં હાજર રહી કામગીરીથી
અડગા રહેવા, તા.19-09ના માસ સીએલ અને તેમ છતાં પણ
સરકાર તરફથી હકારાત્મક અભિગમ નહીં દાખવાય તો તા.21-09થી અચોક્કસ મુદતની હડતાલ પર તમામ કર્મચારીઓ ઉતરશે. મંડળના ઉપપ્રમુખ
ચેતન રાજગોર, મહામંત્રી પાવન પ્રજાપતિ,
ખજાનચી કુલદીપસિંહ જાડેજા વગેરે કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે.