• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

ભુજમાં વિધવા વૃદ્ધા ભાઇના ઘરે સૂવા ગયા ને પાછળથી તસ્કરી

ભુજ, તા. 16 : શહેરના ઘોડાર ચોકમાં રહેતા 60 વર્ષીય વડીલ વિધવા ભાઇના ઘરે સૂવા ગયા અને રાત વચ્ચે તેના ઘરમાંથી રોકડા રૂા. 22 હજાર સહિત સોનાના દાગીના એમ કુલ્લે રૂા. 95 હજારની મતાની ઉઠાંતરી થઇ હતી. આ ચોરી અંગે આજે ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે ઘોરાડ ચોક, કોરેજા શેરીમાં રહેતા 60 વર્ષીય વિધવા જુલેખાબેન ઇબ્રાહિમ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 12/9ના રાત્રે 11.30 વાગ્યા બાદ રાબેતા મુજબ તેમના ભાઇ મામદહુશેન કોરેજાના ઘરે સૂવા ગયા હતા અને બીજા દિવસે સવારે ઘરે આવતાં સામાન વેરવિખેર પડયો હતો. ફરિયાદીના કબાટમાંથી સોનાની ચેઇન આશરે ત્રણ તોલા કિં.રૂા. 45000, સોનાના હાર પોણા બે તોલા કિં.રૂા. 16000, સોનાનું ઝુમ્મર આશરે કિં.રૂા. 6000 અને સોનાની ત્રણ વીંટી આશરે કિં.રૂા. 6000 જે સોનાના દાગીના ઉપર લખાવેલા ભાવે ખરીદયા હતા. આ ઉપરાંત રાકડા રૂા. 22,000 આમ તમામ કિં.રૂા. 95,000ના અંદાજિત મુદ્દામાલ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd