ભુજ, તા. 16 : તાલુકાના સુખપર રહેતા યુવાનના
ભુજમાં મેળામાં હતો ત્યારે બારોબાર ગુગલપેથી બે ટ્રાન્ઝેકશનમાંરૂા. 67000 ઉપડી ગયા હતા. આ અંગે આજે એ-ડિવિઝન
પોલીસ મથકે દરજીકામ કરતતા સુખપરના યોગેશ ચૂનીલાલ દરજીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 14/9ના બપોરે તે ચાના પૈસા આપવા
ગુગલપે કરતા પૈસા ટ્રાન્સફર થયા ન હતા. આથી તેમણે ગુગલપેમાં બેલેન્સ ચેક કરતા રૂા.
37 હતા અને ટ્રાન્ઝેકશન ચકાસતા
13/9ના રાતે 8.29 વાગ્યે 50,000 અને 8.40 વાગ્યે 17000ના ટ્રાન્સફર થયા હતા. જેમાં
હરિઓમ કિરાણા સ્ટોર લખેલું બતાવ્યું હતું. આ સમયે ફરિયાદી સેન્ડલવૂડ મિરજાપર રોડ ભુજ
ખાતે મેળામાં હતા. ફરિયાદીએ હેલ્પલાઇન નં. 1930 પર ફરિયાદ નોંધાવી હતી. બેન્ક પાસેથી વિગતો મંગાવાતા આ કામ એરટેલ
પેમેન્ટસ બેન્કના ખાતા નંબરવાળા થયાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે ઓનલાઇન છેતરપિંડીની
ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.