ન્યૂયોર્ક, તા. 16 : યુએસ ઓપનના ફાઇનલમાં હાર બાદ
ગુસ્સામાં રેકેટ તોડનારી આર્યના સબાલેન્કા ઉપર 7500 અમેરિકી ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. યુએસ ઓપન તરફથી કરવામાં
આવેલા દંડની કિંમત ભારતીય ચલણમાં 7,19,530 રૂપિયા થાય છે. સબાલેંકા સતત ત્રીજી વખત યુએસ ઓપનના ફાઇનલમાં
પહોંચી હતી. તેની પાસે જીતની હેટ્રીકની તક હતી, પણ ફાઇનલમાં હારીને સોનેરી તક ગુમાવી હતી. ફાઇનલ મેચમાં હારના કારણે સબાલેંકાને
નંબર વન મહિલા ટેનિસ ખેલાડીનો તાજ પણ ગુમાવવો પડયો હતો. ત્યારબાદ તે ખૂબ જ ગુસ્સામાં
હતી અને કોર્ટે જ પછાડી પછાડીને રેકેટ તોડી નાખ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિ વીડિયો
બનાવી રહી હોવાથી સબાલેંકા તેના ઉપર ભડકી હતી. બાદમાં સકાલેંકાએ કહ્યું હતું કે,
ગુસ્સો ટેનિસ કોર્ટમાં જ બહાર આવે તે સારું હતું. બાકી તેનો ગુસ્સો વધારે
ખરાબ બનવાની સંભાવના હતી.