નવી દિલ્હી, તા. 16 : સોશિયલ મીડિયા
પર લગાતાર ક્રોલ કરતા રહેવું, વીડિયો
આપોઆપ ચાલવા, વારંવાર આવતા નોટિફિકેશન હવે માત્ર યુઝરની આદતનો
મામલો નથી રહી ગયો. આ ફીચર્સ પર દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે. અદાલતે
પૂછ્યું હતું કે, શું સરકાર સોશિયલ મીડિયા મંચોની આવી ડિઝાઇન
માટે કોઇ નીતિ બનાવવા પર વિચાર કરી રહી છે, જેનો હેતુ વધુને વધુ
સમય સુધી યુઝર્સને રોકી રાખવાનો છે. સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે અધિક સોલિસીટર જનરલ
ચેતન શર્માને કેન્દ્ર સરકાર પાસેથી નિર્દેશ લઇને આવવા જણાવ્યું હતું. અદાલત જાણવા માગે
છે કે કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયાના ફીચર્સ પર કોઇ પ્રકારની નીતિ બનાવવા પર વિચારે
છે કે કેમ ? અરજદારનું કહેવું છે કે, મામલો
સોશિયલ મીડિયા પર મોજૂદ સામગ્રીનો નથી, પરંતુ સવાલ એ ફીચર્સનો
છે જેની ડિઝાઇનથી ખેંચાતાં લોકોનો સમય બગડે છે. ઇનફિનિટ ક્રોલ, વીડિયો ઓટોપ્લે, નાના વીડિયો અને રીલ્સ, લગાતાર નોટિફિકેશન્સ જેવા ફીચર્સનો ઉલ્લેખ અરજીમાં કરાયો હતો.