• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

સાવધાન...ઇ-ચલણના બનાવટી મેસેજ ફરી શરૂ

ભુજ, તા. 16 : અગાઉ વીજ બિલ બાકી અને ઇ-ચલણના બનાવટી મેસેજ મૂકી અને તે ભરવા લીંક આપી ઓનલાઇન છેતરપિંડીના અનેક બનાવો સામે આવી ચૂકયા છે ત્યારે ફરી આવા ઇ-ચલણના બનાવટી મેસેજ શરૂ થયા હોવાથી લોકોએ સતર્ક રહેવું જરૂરી બન્યું છે. આજે એક ધારાશાત્રીને આવા જ પ્રકારનો ઇ-ચલણનો રૂા. 1000 ભરવા અંગેનો મેસેજ આવતા તેમણે મેસેજમાં દર્શાવેલા ઇ-ચલણના નંબર નાખી તપાસતા તે ચલણ નંબર ઇનવેલીડ બતાવ્યા હતા. આમ ઠગબાજો ફરી આ રીતે ઓનલાઇન છેતરપિંડી માટે સક્રિય થયા હોવાથી લોકોને સાવધ રહેવા જાગૃતોએ અપીલ કરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd