• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

નિરજ ચોપરાની નજર ડાયમંડ લીગની ફાઇનલ પર

લુસાને, તા.20: ભારતનો સ્ટાર એથ્લેટ નિરજ ચોપરાનો સામનો ફરી એકવાર શ્રીલંકાના ઉભરતા ભાલા ફેંક ખેલાડી રમેશ પથિરાગેનો વિરુદ્ધ થશે. કાલથી શરૂ થઈ રહેલી ડાયમંડ લીગમાં નિરજની નજર ફાઇનલમાં જગ્યા બનાવવા પર રહેશે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સે રમેશે ગોલ્ડ અને નિરજે સિલ્વર મેડલ જીત્યા હતા. તેના ત્રણ સપ્તાહ પછી બન્ને ફરી આમને-સામને હશે. 23 વર્ષીય રમેશ પથિરાગે હાલ કેરિયરના શ્રેષ્ઠ ફોર્મમાં છે. દોહા અને રોમ ડાયમંડ લીગમાં જીત બાદ 89.7પ મીટરના જ્વેલિયન થ્રો સાથે ગ્લાસગોમાં ગોલ્ડ કબજે કર્યો હતો. જૂનમાં તેણે 92.62 મીટરનો સીઝનનો બેસ્ટ થ્રો કર્યો હતો. બીજી તરફ નિરજ ચોપરા ઇજા બાદ વાપસી કરી રહ્યો છે. ગ્લાસગોમાં તે પૂરી રીતે ફિટ ન હતો. આમ છતાં 8પ.83 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. લુસાને ડાયમંડ લીગમાં પાક. ખેલાડી અરશદ નદીમ, જર્મનીના જૂલિયન વેબર, ગ્રેનેડાના એન્ડરસન પીટર્સ, ત્રિનિદાદના કેશોન વોલકોટ જેવા ખેલાડીઓનો પડકાર પણ નિરજની સામે રહેશે.

Panchang

dd