• મંગળવાર, 07 એપ્રિલ, 2026

શમીએ બનાવ્યો નવો વિક્રમ

નવી દિલ્હી, તા. 6 : મોહમ્મદ શમીએ રવિવારની મેચમાં શાનદાર બોલિંગ કરીને હૈદરાબાદ સામે લખનઉને જીત અપાવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી-202પ બાદથી ટીમ ઇન્ડિયાની બહાર થઇ જનાર શમીએ આ મેચમાં 4 ઓવરમાં ફકત 9 રન આપી 2 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 18 ડોટ બોલ ફેંકી હતી. આઇપીએલ ઇતિહાસમાં 6 વર્ષ પછી કોઇ બોલરે તેના 4 ઓવરનો કવોટા પૂરો કરીને સીંગલ ડિઝિટમાં રન આપ્યા હતા. આ પહેલા છેલ્લે 2020 સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા દિલ્હી કેપિટલ્સ સામે 4 ઓવરમાં 7 રનમાં 3 વિકેટ લીધી હતી.

Panchang

dd