• મંગળવાર, 07 એપ્રિલ, 2026

ગાંધીધામશમાં ઝુલેલાલ જયંતીએ શોભાયાત્રામાં ચેઈનની ચોરી

ગાંધીધામ, તા.6 : શહેરમાં ઝુલેલાલ જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં આધેડ મહિલાના ગળામાંથી કોઈએ રૂ.54,000ની ચેઈનની ચોરી કરી હતી. શહેરની મુખ્ય બજારમાં ઝુલેલાલ જયંતી નિમિત્તે સિન્ધી સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતનગર-9બી-ડી વિસ્તારમાં રહેનાર ફરીયાદી જ્યોતીબેન પ્રેમ ખત્રી ગયા હતા.  શોભાયાત્રા ચાવલા ચોક થઈ પરત ઝૂલેલાલ મંદિર તરફ જઈ રહી હતી ત્યારે અનીલ ટેલીકોમ પાસે અજાણ્યા શખ્સોએ કોઈ રીતે આ મહિલાના ગળામાંથી સોનાની ચેન કિંમત રૂા.54,000 સેરવી લઈને નાસી ગયા હતા. 16 દિવસ અગાઉ બનેલા આ બનાવ અંગે પોલીસે આજે ગુનો નોંધતાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા.

Panchang

dd