ગાધીધામ,
તા. 6 : રેલવે દ્વારા ભુજ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ અને પ્રવાસીઓની પ્રથમ પસંદગી બનેલી નમો ભારત
રેપીડ રેલ પુન: શરૂ કરી દેવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનાના અંતમાં નમો ભારત રેપીડ રેલને રેલવે દ્વારા એક મહિના
સુધી મેઈન્ટેનન્સમાં લઈ જવામાં આવી હતી. જો કે, તેનું કોઈ કારણ દર્શાવાયું ન હતું. તેના સ્થાને રેલવે દ્વારા મેમુ ટ્રેન દોડાવવામાં આવતી હતી. જો કે,
નોન એસી ટ્રેન નમો ભારતના સમયે જ લોકોને અમદાવાદ પહોંચાડતી હતી.
ટ્રેનનું મેઈન્ટેનન્સ થઈ જતાં રેલવે દ્વારા એસી ટ્રેન પુન: દોડાવવામાં આવી રહી છે.