આજના ઝડપી યુગમાં અનિયમિત બનેલી
જીવનશૈલીના કારણે લોકો પોતાના આરોગ્ય પ્રત્યે બેદરકાર બની રહ્યા છે, સમયસર અને યોગ્ય આહારનો અભાવ,
પૂરતી ઊંઘ અને શારીરિક
કસરતોનો અભાવ આપણા સ્વાસ્થ્ય પર અવડી અસરો કરી રહ્યા છે, પરિણામે
વર્તમાન સમયમાં હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ
બ્લડપ્રેશર જેવી બીમારીઓ નાની ઉંમરે લોકોને લાગુ પડી રહી છે, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે સાતમી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસની
ઉજવણી કરવામાં આવે છે. આ રોગોને અટકાવવા અને સ્વસ્થ જીવન જીવવા શું શું કરી શકાય
તે બાબતે કચ્છના જુદા જુદા ડોકટરો, ડાયેટીશિયન અને
યોગાચાર્યનાં મંતવ્યો જાણવા કચ્છમિત્રએ કરેલા પ્રયાસને અહીં પ્રસ્તુત કર્યા છે.
આજે વિશ્વ ઈલનેસના બદલે વેલનેસ
તરફ જઈ રહ્યું છે, આરોગ્યનું મૂળ આહાર છે ત્યારે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા લોકોએ
પરંપરાગત, ઋતુ પ્રમાણે અને પ્રદેશની તાસીર મુજબ આહાર લેવો
જોઈએ
- આયુર્વેદ
ચિકિત્સક નિપુણ બૂચ, ભુજ
સ્વસ્થ રહેવા માટે લોકોએ બહારનો ખોરાક ટાળી ઘરનો જ ખોરાક લેવો. વાતાવરણમાં વધેલા હવા પ્રદૂષણથી બાળકોમાં પણ
અસ્થમાની બીમારી જણાય છે ત્યારે પર્યાવરણ જાળવણીની દિશામાં પણ જાગૃતિ દાખવવી અતિ જરૂરી છે.
- ડો.
નરેશ જોષી, આદિપુર
કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે
માળખાંકીય સુવિધાઓ વધી છે, પરંતુ ખૂટતી કડીઓ વિશે જણાવતા ભોજાય સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી અને મોભી
લીલાધર ગડાએ કહે છે કે, અંતરિયાળ ગામડાઓમાં ડોકટરોની ખાલી
પડેલી જગ્યાઓ ભરવી જરૂરી છે.
- ભોજાય
સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી લીલાધર ગડા
સૌએ “Prevention is better than cure”
ના સિદ્ધાંતને
અપનાવી સ્વસ્થ જીવન તરફ આગળ વધવું જોઈએ. નિયમિત હેલ્થ ચેકઅપ દ્વારા હાઇપર ટેન્શન, ડાયાબિટીસ અને કેન્સર
જેવા રોગો વહેલા તબક્કે શોધી શકાય છે.
-ડો.
કૌશિક શાહ, માંડવી
નિયમિત જીવનશૈલી અપનાવવા સમયસર
ખોરાક, ઊંઘ
અને વહેલા ઊઠી, જંકફૂડ, બહારની તળેલી
વસ્તુઓ ખાવાના બદલે ઘરના સ્વાસ્થ્યપ્રદ અને ફાઈબર યુક્ત ખોરાક અને વધુમાં વધુ
પ્રવાહી લેવું.
- ડાયેટીશિયન હીરવા ભોજાણી, ભુજ
આપણી તંદુરસ્તી આહાર પર અને
જીવનશૈલી પર આધારિત છે ત્યારે જંકફૂડના બદલે ઘરનો ખોરાક લેવો અને જીવનમાં નિયમિતતા
અને તંદુરસ્તી માટે યોગને દૈનિક ક્રિયામાં અપનાવો
- યોગાચાર્ય
પૂર્વીબેન સોની, ભુજ