• મંગળવાર, 07 એપ્રિલ, 2026

આડેસરમાં બનાવટી પ્રમાણપત્ર અંગે તપાસ ન થતી હોવાની રાવ

ગાંધીધામ, તા. 6 : આડેસર ગ્રામ પંચાયતના પૂર્વ તલાટી દ્વારા અપાયેલા બનાવટી પ્રમાણપત્રમાં લાંબા સમયથી તપાસ ન કરાતી હોવાની રાવ ઊઠી હતી.આડેસરના અરજદાર રમણીકભાઈ કોટક દ્વારા આ  અંગે જિલ્લા વિકાસ અધિકારીને નામજોગ લેખિત રજૂઆત કરતાં કહ્યંy હતું કે, અરજદાર સાથે સાઠગાંઠ કરી બનાવટી પ્રમાણપત્ર અંગે અગાઉ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે. નવ માસનો સમય વીતવા બાદ પણ તપાસ થઈ નથી. સંબંધિત અધિકારી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. તેઓ દ્વારા સપ્તાહમાં તપાસ પૂર્ણ કરી જિલ્લા પંચાયતમાં અહેવાલ મોકલી આપવાની હૈયાધારણ અપાઈ છે. સમગ્ર મામલે યોગ્ય કરવા તેમણે પત્રમાં અનુરોધ કર્યો હતો.

Panchang

dd