ભુજ, તા. 6 : ખોટી
આઇ.ડી. બનાવી સોશ્યલ મીડિયામાં `એકના પાંચ લાખ' અને `પાંચના
પંદર લાખ'ના
વીડિયો બનાવી છેતરવાના પ્રયાસમાં ભુજના બે શખ્સને એલસીબીએ દબોચી લીધા હતા. આરોપી
ઇમરાન ઉર્ફે નીલભા કાસમ સુમરા (રહે. ગીતા માર્કેટ, ઇમામ
મસ્જિદની બાજુમાં, ભુજ)એ વિજય સોની નામની ખોટી આઇ.ડી.
ફેસબુકમાં બનાવી તેમાં `પાંચ લાખ કા પંદર લાખ' જાહેરાતવાળા
ફોટોસ-વીડિયો બનાવી લોકોને છેતરવા વાયરલ કર્યા હતા. આજ રીતે ભુજના સંજોગનગરમાં
રહેતા મોસીમ કરીમ સુમરાએ પણ `એક કા પાંચ લાખ' સોના બિસ્કીટવાળા
ફોટો-વીડિયો હાર્દિક પટેલ નામની ફેસબુકમાં ખોટી આઇ.ડી. બનાવી છેતરવાના પ્રયાસમાં
વાયરલ કર્યા હતા. આ બન્ને આરોપીને એલસીબીએ ઝડપી એ-ડિવિઝન પોલીસ મથકે અલગ-અલગ ગુનો
દાખલ કરાવ્યો છે.