બેંગ્લુરુ, તા. 6 : પાંચ
વખતની પૂર્વ આઇપીએલ ચેમ્પિયન સીએસકે ટીમે 2026 સીઝનમાં સતત ત્રીજી હાર સહન કરી
છે. ગઇકાલની મેચમાં તેનો આરસીબી સામે 43 રને કારમો પરાજય થયો હતો.
આઇપીએલમાં સેમસનનું ફોર્મ ગાયબ થઇ ગયું છે. મેચ પછી સીએસકેના હેડ કોચ સ્ટીફન
ફલેમિંગે સંજૂ સેમસનના ખરાબ ફોર્મનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે કોઇ પણ
ખેલાડી જ્યારે લાંબા સમયની એક ફ્રેંચાઇઝી છોડીને બીજી ટીમ સાથે જોડાય છે ત્યારે
તેના માટે નવી ટીમમાં ફિટ થવું આસાન નથી હોતું. તે આ પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો
છે. તે પૂરી રીતે ફિટ છે અને નેટમાં સારી રીતે હિટ કરી રહ્યો છે. અમને ભરોસો છે કે
સેમસન જોરદાર વાપસી કરશે. આરસીબી સામેની હારની જવાબાદારી સીએસકે કપ્તાન ઋતુરાજ
ગાયકવાડે ખુદે લીધી હતી.