• મંગળવાર, 07 એપ્રિલ, 2026

સરનામું નથી...? તોય નાનો ગેસ મળશે ...!

નવી દિલ્હી, તા. 6 : મધ્ય-પૂર્વમાં તાણથી સર્જાયેલાં ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે પાંચ કિલોવાળા એલપીજી સિલિન્ડરનાં વેચાણના નિયમો સરળ બનાવી દીધા છે. હવેથી કોઈ પણ વ્યક્તિ સરનામાંના પુરાવા વગર નાનો ગેસનો બાટલો ખરીદી શકશે. આ પગલાંથી પ્રવાસી શ્રમિકો અને શહેરમાં સ્થિર સરનામું નહીં ધરાવતા સમુદાયને રાહત મળશે. હવેથી ગ્રાહકો અધિકૃત વિતરક પાસે જઈને માત્ર પોતાનું કોઈ પણ એક ફોટો ઓળખપત્ર બતાવીને સિલિન્ડર મેળવી શકશે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું હતું કે, પાંચ કિલો વજનવાળાં ફ્રી ટ્રેડ સિલિન્ડર (એફટીએલ) માટે હવે ઘણાં બધા કાગળોની જરૂરત નથી. ગ્રાહક આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખપાત્ર જેવા દસ્તાવેજો બતાવીને પાંચ કિલોનો ગેસનો બાટલો લઈ શકશે. ખાસ તો એક વર્ષમાં જેટલીવાર જોઈએ તેટલી વાર આવા નાના બાટલા ભરાવી શકાશે. સાથોસાથ સરકારે નાના ગેસનાં સિલિન્ડરોની ઉપલબ્ધતા વધારવાનો પણ ફેંસલો કર્યો છે. સરકારી આંકડા અનુસાર, 23 માર્ચથી અત્યાર સુધીમાં 6.6 લાખ નાનાં સિલિન્ડર વેચાઈ ચૂકયા છે. ચોથી એપ્રિલના તો એક દિવસમાં 90 હજાર બાટલા વેચાયા હતા.

Panchang

dd