• મંગળવાર, 07 એપ્રિલ, 2026

સરહદી લખપત પાસેથી એક શકમંદ પરપ્રાંતીય ઝડપાયો

ભુજ, તા. 6 : લખપતના નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ. કચ્છ એસ.ઓ.જી.નાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના પગલે સરહદી વિસ્તારના પ્રતિબંધિત વિસ્તારમાં એક શકમંદ પરપ્રાંતીય શખ્સને પકડી પડાયો હતો. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એસ.ઓ.જી.ના અધિકારી તથા કર્મચારીઓ ના. સરોવર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન, એક શકમંદ લખપત તા.ના પીપર ગામથી આગળ હોવાનું બાતમીના આધારે તપાસ કરતાં તાલીફખાન ફિરોઝખાન મુસ્લિમ (ખાન) (સુન્ની) (ઉ.વ. 24) (રહે. હાલ એસ.બી.એસ. કોલોની, મચ્છી માર્કેટ, મેડચલ, લેક રોડ, સિકંદરાબાદ, તેલંગાણા, મૂળ, તા. માખેલ, દીનવાડા, મધ્યપ્રદેશ)ને પકડી પાડયો હતો. તેના વિરુદ્ધ પરવાનગી વગર પ્રવેશ કરવા બદલ ના. સરોવર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ એસ.ઓ.જી.ના એ.એસ.આઈ માણેકભાઈ ગઢવી ચલાવી રહ્યા છે.

Panchang

dd