• મંગળવાર, 07 એપ્રિલ, 2026

કોલકાતા-પંજાબ વચ્ચેની મેચમાં વરસાદનું વિઘ્ન

કોલકાતા, તા. 6: આઇપીએલની આજની મેચમાં વરસાદનું વિઘ્ન સર્જાયું હતું. કેકેઆરની ઈનિંગની 3.4 ઓવર પછી રમત અટકી ગઇ હતી. સતત વરસાદને લીધે ઇડન ગાર્ડન ગ્રાઉન્ડ પર પાણી ભરાયા હતા. રાત્રે 10-30 વાગ્યા સુધી રમત શકય બની ન હતી. આખરે મેચ રદ થઇ હતી અને બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા. પંજાબ કિંગ્સ સામે ટોસ જીતી ઇડન ગાર્ડનની જીવંત પિચ પર કેકેઆર કપ્તાન રહાણેએ બેટિંગ પસંદ કરી હતી. ઓવરકાસ્ટ કન્ડીશનનો પંજાબના બોલર ઝવિયર બાર્ટલેટે ફાયદો લીધો હતો. તેણે પહેલા ફિન એલન (6)ને વિકેટ પાછળ પ્રભસિમરનસિંઘના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી 2પ કરોડી કાંગારૂ ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન (4)નો પણ એ જ રીતે શિકાર કર્યો હતો. કેકેઆરના 3.4 ઓવરમાં 2 વિકેટે 2પ રન થયા હતા. ત્યારે વરસાદને લીધે રમત અટકી ગઇ હતી. જે 10-20 વાગ્યા સુધી ફરી શરૂ થઇ શકી ન હતી.

Panchang

dd