• મંગળવાર, 07 એપ્રિલ, 2026

આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે સેમસન-બુમરાહમાં ટક્કર

દુબઇ, તા. 6 : આઇપીએલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ અને ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટર-વિકેટકીપર સંજૂ સેમસન આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ થયો છે. તેની સાથે રેસમાં ટીમ ઇન્ડિયાનો સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહ અને દ. આફ્રિકા ટીમનો નવોદિત બેટર કોનર એસ્ટરહુજેન છે. આ ત્રણેય માર્ચ મહિનાના એવોર્ડ માટે નામાંકિત થયા છે. સંજૂ સેમસને માર્ચ મહિનામાં ટી-20 વર્લ્ડ કપમાં ઉપરાઉપરી ત્રણ મેચ વિનિંગ ઈનિંગ રમી હતી અને ટીમ ઈન્ડિયાને વિશ્વ વિજેતા બનાવવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું. સેમસને વિન્ડિઝ સામે અણનમ 97, સેમિમાં ઈંગ્લેન્ડ સામે 89 અને ફાઇનલમાં કિવિઝ વિરુદ્ધ 89 રનની ઇનિંગ રમી હતી જ્યારે બુમરાહે વેસ્ટ ઇન્ડિઝ અને ઈંગ્લેન્ડ સામે 3-3 અને ફાઇનલમાં 4 વિકેટ લીધી હતી. આફ્રિકી બેટર કોનર એસ્ટરહુજને માર્ચ મહિનામાં કિવિઝ સામેની પ મેચની ટી-20 શ્રેણીમાં પ0ની સરેરાશથી કુલ 200 રન બનાવ્યા હતા. આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડના મહિલા વિભાગમાં ન્યુઝીલેન્ડની અમેલિયા કેર, ઓસ્ટ્રેલિયાની બેથ મૂની અને દ. આફ્રિકાની આયાબોંગા ખાકા શોર્ટલિસ્ટ થઇ છે.

Panchang

dd