• મંગળવાર, 24 માર્ચ, 2026

પ્લેઓફની ચાવી શમી પાસે ?

લખનઉ, તા. 23 : આઇપીએલની ગત સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ 14 મેચમાં 6 જીત સાથે પોઇન્ટ ટેબલ પર સાતમા ક્રમે રહી હતી ત્યારે બીજા હાફમાં સતત ચાર હારથી ઋષભ પંતના કપ્તાન પદ હેઠળની આ ટીમ વેરવિખેર થઈ ગઈ હતી. હવે નવી સીઝનમાં કપ્તાન ઋષભ પંતને વિશ્વાસ છે કે તેની ટીમ નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી લેશે. આ વખતે એલએસજી પાસે શ્રીલંકન સ્પિનર વાનિંદુ હસારંગા, આફ્રિકી પેસર એનરિક નોર્ખિયા અને અનભુવી ભારતીય બોલર મોહમ્મદ શમીનાં રૂપમાં આંતરરાષ્ટ્રીય બોલિંગ વિકલ્પ છે. શમી 2024ની આઇપીએલ સીઝનની બહાર રહ્યો હતો જ્યારે પાછલી સીઝન ખાસ રહી ન હતી ત્યારે તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો અને 9 મેચમાં ફકત 6 વિકેટ લીધી હતી. આ પછી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ફોર્મમાં વાપસી કરીને 8.90ની ઇકોનોમીથી 16 વિકેટ લીધી હતી. ટીમના હેડ કોચ જસ્ટિન લેંગરનું માનવું છે કે શમી અમારી ટીમનો ચાવીરૂપ ખેલાડી છે. તેનો અનુભવી અન્ય બોલર માટે ઘણો કિંમતી બની રહેશે. લખનઉ સુપર જાયન્ટનું ટોપ ઓર્ડર મજબૂત છે. જેમાં એડન માર્કરમ, મિચેલ માર્શ, કેપ્ટન ઋષભ પંત અને નિકોલસ પૂરન છે. વિકલ્પમાં જોશ ઇંગ્લિશ ઉપલબ્ધ છે. ટીમ ડાયરેકટર તરીકે અનુભવી ટોમ મૂડી જોડાયા છે. ખાસ કરીને કપ્તાન ઋષભ પંતના ફોર્મ પર નજર રહેશે. તે પાછલી સીઝનમાં ફકત એક જ સારી ઇનિંગ 118 રનની રમી શક્યો હતો.

Panchang

dd