ભુજ, તા. 23 : જાયન્ટસ
ગ્રુપ ભુજ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી વ્યાખ્યાન યોજાયું હતું.
કાર્યક્રમમાં સાહિત્યકાર ડો. ધીરેન્દ્ર મહેતાનું કથાના રૂપો વિષય પર વક્તવ્ય
યોજાયું હતું. ગ્રુપ પ્રમુખ અભિલાષ મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. અન્ય
વિદ્વાન વક્તા ડો. મધુકાત આચાર્યએ લઘુકથાના સ્વરૂપો વિશે સમજણ આપી હતી. સંસ્થાના
પદાધિકારી જયાસિંહભાઈ દ્વારા જાયન્ટસ દ્વારા કરાતી પ્રવૃત્તિઓની માહિતી આપાઈ હતી.
વિનોદભાઈ ચૌહાણે ગુજરાત સાહિત્ય અકાદમી સાથે યોજાયેલા કાર્યક્રમ અને અકાદમી દ્વારા
ગુજરાતી સાહિત્ય અને ભાષા સંવર્ધન માટે અપાતી આર્થિક સહાયની માહિતી આપી હતી. અન્ય
સાહિત્યકાર રમણીકભાઇ સોમેશ્વર,
ગૌતમભાઈ જોષી અને નરશીભાઈ ગઢવી, નૂતનબેન,
નીરુબેન, વીણાબેન, વર્ષાબેન
મહેતાએ મંતવ્ય રજૂ કર્યાં હતાં. કાર્યક્રમમાં મંત્રી બિપિનભાઈ ઠક્કર, નિષદભાઈ મહેતા, શાંતિલાલ પટેલ, વાડીલાલ મોરબિયા, વિનોદભાઈ સલાટ, કાન્તિભાઈ દાવડા, મહેશભાઈ સોમપુરા, મહેશભાઈ ચાવડા, રાજેશ ઠક્કર, ભરતભાઈ
ઠક્કર, અબ્દુલ અઝીઝ ખોજા, તરુણભાઈ
કોંઢિયા, પ્રદ્યુમનાસિંહ ચૂડાસમા, દિલીપભાઈ
ભટ્ટ, સાહેલી પ્રમુખ ગોપીબેન રાઠોડ, રક્ષાબેન
ત્રિપાઠી, માલિનીબેન સોની અને ભાવિનીબેન ત્રિપાઠી, દિલીપભાઈ આચાર્ય અને નારાયણજી ચૂડાસમા ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન
શિવશંકરભાઈ નાકરે તથા હેમંતભાઈએ આભારવિધિ કર્યા હતા.