ભુજ / ગાંધીધામ, તા. 23 : મુંદરા
તાલુકાના લુણી, વડાલા અને મુંદરા તથા અંજારમાં આંકડાનો જુગાર રમાડતા પન્ટરોને પોલીસે ઝડપી
કાયદેસરની કાર્યવાહી કરી છે. લુણીના બસસ્ટોપ પાસેથી આજે બપોરે મિલન બજારનો આંકડા
રમી-રમાડતા લુણીના હરેશ બાબુલાલ ચાવડાને રોકડા રૂા. 750 તથા
વડાલામાં બસસ્ટોપ પાસે સાંજે વરલી મટકાનો જુગાર રમાડતા મુંદરાના ગોવિંદ ભીમા
કોલીને રોકડા રૂા. 1050 તથા આંકડાના સાહિત્ય સાથે મુંદરા મરિન
પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત મુંદરામાં નદી નાકા પાસે આજે
સાંજે કલ્યાણ મટકા બજારનો આંકડો રમી-રમાડતા રવિ કાંતિ મહેશ્વરી (મુંદરા)ને રોકડા
રૂા. 210 અને પેન-ડાયરી સાથે મુંદરા પોલીસે પકડી
કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે અંજારના ગંગા નાકા રિક્ષા સ્ટેન્ડ પાસે દીપક
ચૂનીલાલ રાઠોડને આંકડો લેતા અંજાર પોલીસે ઝડપી પાડયો હતો. તેની પાસેથી રોકડા રૂા. 700 તથા
આંકડાનું સાહિત્ય કબજે લઇ અંજાર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.