નખત્રાણા, તા. 23 : સતી
રૂડીમા સ્થાનકે ધારાસભ્યના હસ્તે રૂ.431 લાખના
ખર્ચે વિવિધ કામોનું ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટય બાદ
ન.તા.ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડએ વિકાસકામનોની વિગતો આપી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ
જાડેજાએ ઉદબોધન કરતાં નખત્રાણા તા.માં મથલપુલ, હાજીપીર,
સી.સી.સ રોડ, કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય, શાળા સંકુલો, માર્ગ, પુલ,
આરોગ્ય કેન્દ્ર સહિતના વિકાસકામો ટૂંક સમયમાં પુરા થયા હોવાની માહિતી
આપી હતી. તથા નખત્રાણા બાયપાસનું જમીન સંપાદનનું પુર્ણ થયેલું કામ અને ભુજથી નખત્રાણા-નારાયણસરોવર
સુધી ચાર માર્ગીય રૂ.1913 કરોડનું
નિર્માણકામ તુરંત શરૂ થવાની ખાતરી આપી હતી. ચીફ ઓફીસર ભાવિન કાંધાણીએ વિકાસકામોની વિગત
આપી ધારાસભ્યને બિરદાવ્યા હતા. નખત્રાણામાં શૌચાલયનો અભાવ, નવી ગ્રાન્ટોમાંથી પુર્ણ કરવાના સૂરો પૂર્વ સરપંચો ડાયાભાઈ સેંધાણી,
ચંદનસિંહ રાઠોડ, વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્રભાઈ
કંસારા, ચેમ્બર્સ ખઓફ કોમર્સના પ્રમુખ બાબુભાઈ ધનાણી,
સા.બ્રા સમાજના પ્રમુખ પ્રકાશભાઈ જોશી, રબારી સમાજના
પ્રમુખ વેલાભાઈ કામાભાઈ, અ.જા. સમાજના આગેવાન વસંતભાઈ વાઘેલા,
ક.જી.ખ.વે. સંઘના પ્રમુખ લાલજીભાઈ રામાણી સહિતના અગ્રણીઓએ વ્યકત કર્યા
હતા. રાજેન્દ્રસિંહ જાડેજા, ઉત્પલસિંહ જાડેજા, નયનાબેન પટેલ, મહેન્દ્રસિંહ સોઢા, સવિતાબેન સોલંકી, જાગૃતીબેન પલણ, રસીલાબેન બાયાણી, ન.પા.ના રાજેશ પટેલ, ભાવિન રૂડાણી, રણજીત આશર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પા. સમાજના અગ્રણી શાંતિલાલ ધનાણીએ
આભારવિધિ કરી હતી.