• મંગળવાર, 24 માર્ચ, 2026

પૂર્વ કચ્છમાં બિનઅધિકૃત નાણાં ધિરધાર પ્રવૃત્તિ સામે કડક વલણ

ગાંધીધામ, તા. 23 : પૂર્વ કચ્છમાં પોલીસે હાલમાં ગેરકાયદેસર નાણાં ઉધાર આપવાની પ્રવૃત્તિ કરતા શખ્સો સામે ગુના નોંધ્યા છે, છતાં પણ  વ્યાજખોરી અંગે રજૂઆત, ફરિયાદ હોય તો પોલીસવડાનો સંપર્ક કરવા જણાવાયું છે. પૂર્વ કચ્છ પોલીસે અગાઉ પણ ગેરકાયદેસર નાણાં ઉધાર આપવાની પ્રવૃત્તિ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે, લોકસંવાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે, સામૂહિક રીતે અરજદારોને સાંભળવામાં આવ્યા છે અને યોગ્ય રજૂઆતોનાં પ્રકરણોમાં ગુના પણ નોંધવામાં આવ્યા છે. હાલમાં પણ પોલીસે આવા પાંચ ગુના નોંધી 17 શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે. વ્યાજખોરી બાબતે કોઈ પણ નાગરિકને રજૂઆત, ફરિયાદ હોય તો નિર્ભયપણે નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે અથવા પોલીસ અધીક્ષક સાગર બાગમારના મો.નં. 99784 05690, ભચાઉ ડીવાય.એસ.પી. સાગર સાંબડા મો.નં. 99784 02026, અંજાર ડીવાય.એસ.પી. મુકેશ ચૌધરી મો.નં. 99784 08245 તથા જિલ્લા કંટ્રોલરૂમ મો.નં. 63596 26845 ઉપર સંપર્ક કરવા પોલીસે એક યાદીમાં જણાવ્યું હતું.

Panchang

dd