• મંગળવાર, 24 માર્ચ, 2026

નાગલપરમાં વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટની સ્થાપના

અંજાર, તા. 23 : વેલસ્પન ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ નોલેજ ધ્વારા ગુજરાત સરકાના સંકલન સાથે  અંજાર તાલુકાના નાગલપરમાં 40માં વ્યકિતગત બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન - ગોબરધન યોજના સાથે સંકલનમાં ગ્રામીણ ઘરો માટે વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ લાગુ કરીને તેના સ્વચ્છ ઉર્જા મિશનને આગળ ધપાવ્યું છે. સંકલન મોડલ મુજબ દરેક લાભાર્થી રૂા.5,000નું યોગદાન અપાય છે, જેમાંથી રૂા.4,000નો સહયોગ વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે, જેથી ગ્રામ્ય પરિવારોને સ્વચ્છ અને ધુમાડા રહિત ઊર્જા સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ બની રહે છે. નાગલપરમાં પ્લાન્ટ સ્થાપના પ્રસંગે વેલસ્પન સ્પેશિયલ ઇનિશિએટિવ્સના પ્રેસિડન્ટ હરીશચંદ્ર ગુપ્તા, વેલસ્પન ફાઉન્ડેશનની ટીમ, ગામના સરપંચ શામજીભાઈ, તાલુકા પંચાયત અધિકારી  લક્ષ્મણભાઈ તેમજ ગામના અગ્રણીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓને વેલસ્પન વર્લ્ડની સીએસઆર શાખા, વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત બાયોગેસ પ્લાન્ટના અનેક ફાયદાઓ થઈ રહ્યા છે, જેનાથી બળતણ ખર્ચમાં નોંધપાત્ર બચત, ધુમાડા મુક્ત રસોડા, જેનાથી શ્વસન આરોગ્યમાં સુધારો, ર્બનિક ખાતર તરીકે પોષક તત્વોથી ભરપૂર સ્લરીનો ઉપયોગ કરીને કૃષિ ઉત્પાદકતામાં વધારો થશે. લાભાર્થી પરિવારો તથા ગામના આગેવાનો દ્વારા ગ્રામ વિકાસ, પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છ જીવનશૈલી તરફના આ પ્રયત્નો બદલ વેલસ્પન ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પહેલ દ્વારા સ્વચ્છ ઊર્જા, આરોગ્ય અને કૃષિ વિકાસ ત્રણેય ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે, જે ગ્રામ્ય ગુજરાત માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે. ફાઉન્ડેશન ભારતભરમાં આરોગ્ય, શિક્ષણ,મહિલા સશકિતકરણ,આજીવિકા,પર્યાવરણ અને સમુદાય કલ્યાણના ક્ષેત્રોમાં કાર્ય કરે છે. પાયાના સ્તરેથી લોકો સાથે જોડાઈને દીર્ધકાલીન અને ટકાઉ પરીવર્તન લાવવાનો સંસ્થાનો મુખ્ય ઉદેશ હોવાનુ એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Panchang

dd