ગાંધીધામ, તા. 23 : આદિપુર
નજીક મુંદરા સર્કલ પાસે ઘરમાં ગેસ લીક થતાં દાઝી જનાર નીકિતાબેન કાંતિલાલ ઉમરાણિયા
(ઉ.વ. 38) તથા તેના પિતા
કાંતિલાલ કરશનદાસ ઉમરાણિયા (ઉ.વ. 77)એ
સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. બીજીબાજુ રતનાલમાં શંભુ માદેવા ઝરૂ (ઉ.વ. 35) નામના યુવાનની લાશ મળી આવી હતી તેમજ કુંજીસરમાં શિવરાજ
પ્રકાશ વર્મા (ઉ.વ. 17) દામના
કિશોરે ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. અંજારના લોહારિયામાં અગાઉ ઝેરી દવા પી લેનાર નીલેશ
બાબુ કોળી (ઉ.વ. 28)એ સારવાર દરમ્યાન દમ તોડયો હતો
અને આબડાસાના મોટી ચરોપડીના આમદશા પીનલશા સૈયદ (ઉ.વ. 37)નું બાઇક નદીમાં ખાબકતાં ડૂબી જવાથી આ યુવાને જીવ ખોયો
હતો.
આદિપુરમાં
મુંદરા સર્કલ પાસે ગત તા. 21/3ના
વહેલી પરોઢે આ ચકચારી બનાવ બન્યો હતો. વૃદ્ધ એવા કાંતિલાલ ઉમરાણિયા અને તેમના દીકરી
નીકિતાબેન ઘરે હતા. દરમ્યાન કોઇ કારણે ગેસ લીકેજ થતાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી જેમાં
આ બંને પિતા-દીકરી ગંભીર રીતે દાઝી ગયા હતા. બંનેને વધુ સારવાર અર્થે ભુજની જી. કે.
જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં નીકિતાબેનએ ગત તા. 21/3ના મોડીરાત્રે છેલ્લા શ્વાસ લીધા હતા અને તેમના પિતાએ
આજે સવારે સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.
વધુ
એક મોતનો બનાવ રતનાલ ગામમાં આગે સવારે બહાર આવ્યો હતો. અહીં રહેનાર શંભુ ઝરૂ નામના
યુવાનની લાશ ગૌશાળા પાસેથી મળી આવી હતી. શંકાસ્પદ જણાતા આ પ્રકરણમાં પોલીસે લાશને એફએસએલ
અર્થે મોકલાવી હોવાનું પોલીસના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું.
અપમૃત્યુનો
એક બનાવ કુંજીસર ગામે સુરેશ આહીરના મકાનમાં બન્યો હતો. આ મકાનમાં રહેનાર શિવરાજ નામનો
કિશોર ગઇકાલે સવારે રૂમ ઉપર હતો. દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર તેણે પ્લાસ્ટિકની દોરી
વડે ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
વધુ
એક બનાવ લોહારિયામાં બન્યો હતો. થરાવડાના નીલેશ કોળી નામનો યુવાન ખેતરમાં છાંટવાની
દવા પી જતાં તેને પ્રથમ અંજાર બાદમાં વધુ સારવાર અર્થે આદિપુર લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. બનાવના કારણો જાણવા સહિતની આગળની વધુ તપાસ
પોલીસે હાથ ધરી છે.
મોટી
ચરોપડીમાં નદીમાં ડૂબી જવાથી યુવાને જીવ ખોયો હતો. આમદશા નામનો યુવાન ગત તા. 21/3ના બાઇક લઇને ઘરેથી નીકળ્યો હતો. બે દિવસથી ગુમ એવો
આ યુવાન પીપર ગામની બાજુમાં આવેલી ખારી નદીની પાપડીની નદીમાં ડૂબેલી હાલતમાં મળતાં
તેને હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ
યુવાનનું બાઇક સ્લીપ થતાં તે નદીમાં ખાબક્યો હતો જેમાં ડૂબી જવાધી તેણે પોતાનો જીવ
ખોયો હતો.