કેરા (તા. ભુજ), તા. 23 : કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ
સંચાલિત માતુશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલને 25 વર્ષ થતાં ડિસે.26-27-28 ત્રિદિવસીય
સેવાપર્વના ભાગરૂપે આયોજિત ચોવીસીના ગામનોની ક્રિકેટ સ્પર્ધામાં રામપર વિજેતા થયું
હતું. કચ્છી લેવા પટેલ યુવક સંઘ આયોજિત સિઝન બોલ સ્પર્ધામાં દહીંસરા ઉપવિજેતા થયું
હતું. કેરા કપિલ કોટ, શ્રીજી સ્પોર્ટ્સ સુખપર, અમરરામ હરિ સરોવર દહીંસરાના
મેદાનો પર લીગ મેચો રમાઈ હતી. જ્યારે ફાઈનલ મેચ દહીંસરા-રામપર વચ્ચે સમાજના લાલજી
રૂડા પિંડોલિયા મેદાન ઉપર રમાઈ હતી. વિજેતા ટીમ ઉપરાંત શ્રેષ્ઠ ખેલાડીઓને ટ્રોફી
એનાયત કરાઈ હતી. સારો દેખાવ કરનાર સુરેશ જેસાણી, દેવેન્દ્ર
ખીમાણી, કાંતિ હિરાણી, ઘનશ્યામ આસાણીને
ટ્રોફી અપાઈ હતી. ફાઈનલ મેચ લાલજી રૂડા
પિંડોળિયા રમતગમત મેદાન ઉપર રમાઈ હતી. વ્યવસ્થા જયંતિ વેકરિયા, રસિક વેલાણી, કિશોર ગામી, હર્ષિલ
હિરાણીએ યુવક સંઘ વતી સંભાળી હતી.