• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

યુનુસ સરકારને ઉપરતળે કરવાનો પાકનો કારસો

નવી દિલ્હી, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : બાંગલાદેશમાં હિંદુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચાર વચ્ચે ભારત-બાંગલાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ વધતો જાય છે. બાંગલાદેશમાં કામચલાઉ યુનુસ સરકાર ઉપર કટ્ટરપંથીઓ સવાર છે અને અંધાધૂંધી છે એનો ફાયદો પાકિસ્તાન લઇ રહ્યું છે. હસિના સરકારને ઉથલાવવામાં આગેવાની લેનારા વિદ્યાર્થી નેતા હાદીની હત્યા બાદ બાંગલાદેશમાં ફરી તોપાનો ફાટી નીકળ્યા છે એમાં હત્યારાઓ ભારત ભાગી ગયાનું તૂત ચલાવીને હવે વિદ્યાર્થી નેતાઓએ યુનુસ સરકારને આખરીનામું આપી દીધું છે. આ બધા ઘટનાક્રમનો ગેરફાયદો ઉઠાવવા પાકિસ્તાન તત્પર છે અને કટ્ટરપંથીઓને તેમ જ વિદ્યાર્થીઓના દેખાવો અને હિંદુ સમૂદાય ઉપર હિંસાને પ્રોત્સાહન અને પીઠબળ તેમ જ તમામ પ્રકારની મદદ કરી રહ્યું છે. જૈશ-એ-મોહંમદ અને લશ્કર-એ-તોયબાના ખતરનાક આતંકવાદીઓ પણ બાંગલાદેશના ભાંગફોડિયા તત્વોને તાલિમ આપવા ત્યાં પહોંચી ગયાના અહેવાલો અગાઉ આવ્યા હતા.

Panchang

dd