• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

ગેરકાયદે ખનિજનું વહન, ઓવરલોડ, ચાર ટ્રક ઝડપાઈ

ભુજ, તા. 23 : ખાણ-ખનિજ માટે રચાયેલી ખાસ જિલ્લા ટાસ્કફોર્સની ટીમ તથા એલસીબીની ટીમની સંયુક્ત કાર્યવાહીમાં નાડાપા ફાટકથી આગળ ખનિજનું ગેરકાયદેસર વહન કરતી બે અને ઓવરલોડ એમ ચાર ટ્રકને ઝડપી લેવાઈ હતી. ભુજ-ભચાઉના ધોરીમાર્ગ પર નાડાપા ગામ ફાટકથી પદ્ધર બાજુએ રોયલ્ટી વગર ગેરકાયદેસર રીતે લઈ જવાતી સિલિકા સેન્ડ ભરેલી બે ટ્રક અને બે ટ્રક ઓવરલોડ અંદાજે છ મેટ્રિક ટન ચાઈના કલે ભરેલી પકડી સ્થળ ઉપર દંડની વસૂલાત કરવામાં આવી હોવાની વિગતો ટાસ્કફોર્સની ટીમે જાહેર કરી છે.

Panchang

dd