ગાંધીધામ, તા. 23 : શહેરના
કાર્ગો પી.એસ.એલ. સામે શિવમંદિર પાસે પગપાળા જતા મેવાભાઇ ધનજી દેવીપૂજક (ઉ.વ. 57)ને ટ્રેઇલરે હડફેટમાં લેતાં તેમનું મોત થયું હતું.
શહેરના જી.આઇ.ડી.સી.-એ.વી. જોશી વર્કશોપ નજીક ઝૂંપડપટ્ટીમાં રહેનાર મેવાભાઇ ગત તા.
20/12ના સવારે કાસેઝ પાસે ફ્રૂટની લારી
લઇને ગયા હતા, જ્યાં આખો દિવસ વેપાર કરી રાત્રે તે લારી લઇને પરત આવી રહ્યા
હતા. આ આધેડ કાર્ગો-પીએસએલ સામે શિવમંદિર પાસે સર્વિસ રોડ પર લારી લઇને જઇ રહ્યા હતા,
તેવામાં ધસમસતા આવતા ટ્રેઇલર નંબર જીજે-39-ટી-4835એ
તેમને હડફેટમાં લીધા હતા. આ આધેડને વધુ સારવાર મળે તે પહેલાં તેમણે છેલ્લા શ્વાસ લીધા
હતા. ટ્રેઇલરચાલક સામે દેવા ધનજી દેવીપૂજકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.