• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

વરસામેડી : 21 લાખની ખંડણીના પ્રકરણમાં ચાર આરોપી નિર્દોષ

ગાંધીધામ/ભુજ, તા. 23 : અંજારના વરસામેડીમાં માર્ગ નહીં બનાવી આપવાનું કહી રૂા. 21 લાખની ખંડણીનાં પ્રકરણમાં ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. ગળપાદરમાં રહેનાર ફરિયાદી ધર્મેન્દ્ર જીવણ મકવાણાએ પોતાની વરસામેડીની સીમમાં કોર્પોરેટરની જમીન ભાગીદારો વેચી ત્યાં રસ્તા બનાવી આપવાનું કહી રસ્તો બનાવવા જંત્રી ભાવ મુજબની રકમ ભરી હતી તેમ છતાં ત્યાં રસ્તો બનાવવા રમેશ ઉર્ફે લિલિયો મ્યાજર ચાવડા, શંકર રામજી ડાંગરમાદાભાઇ વસ્તા આયડી, અરવિંદગર કલ્યાણગર ગુંસાઇએ ધમકી આપી રાજમાર્ગ પણ બંધ કરવાની ધમકી આપી હતી અને માર્ગ ચાલુ કરવા રૂા. 21 લાખની ખંડણી માગી હતી. જે અંગે ગુનો નોંધાયા બાદ આરોપીઓની અટક પછી આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો, જ્યાં બંને પક્ષની દલીલો, આધાર પુરાવા ચકાસીને ચારેય આરોપીને નિર્દોષ જાહેર કરાયા હતા. આરોપીઓ વતી ધારાશાત્રી આર.ટી. લાલચંદાણી, એચ.આઇ. ત્રિવેદી, મમતા આહુજા, રાજેશ માલી, સાગર મસૂરિયા હાજર રહ્યા હતા.

Panchang

dd