• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

ગાંધીધામમાં અંગ્રેજી દારૂ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 23 : શહેરના ઓસ્લો સર્કલ નજીકથી પોલીસે એક કારમાંથી રૂા. 26,400ના બિયર સાથે શખ્સને પકડી પાડયો હતો. શહેરના કાસેઝ બાજુના રોડથી ઓસ્લો સર્કલ બાજુ આવતી કારમાં દારૂ છે અને તે સુંદરપુરી તરફ જાય છે, તેવી સચોટ અને પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ઓસ્લો સર્કલ નજીક આ ગાડી આવતાં ત્યાં ટ્રાફિક કરાવવામાં આવી હતી. દરમ્યાન, અલ્ટો કાર નંબર જીજે-02-બીડી-2651ને ડિકીની તપાસ કરતાં બિયર મળી આવ્યો હતો. કારમાંથી સુંદરપુરીના નરેશ ઉર્ફે કારો વાલજી મકવાણાની પોલીસે ધરપકડ કરી હતી. કારમાંથી કિંગફિશર બિયરના 120 ટીન કિંમત રૂા. 26,400નો દારૂ જપ્ત કરાયો હતો, પરંતુ કાસેઝ બાજુથી આ શખ્સ કોની પાસેથી દારૂ લઇ આવ્યો હતો, તે પોલીસ તપાસ દરમ્યાન આશ્ચર્યજનક રીતે બહાર આવ્યું નહોતું.

Panchang

dd