• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

શહેરના યુવાનો દ્વારા નિર્મિત ફિલ્મોનું દર્શન તથા ગ્રુપ ચર્ચાનું આયોજન

ભુજ, તા. 23 : શહેરના યુવાનો દ્વારા તૈયાર કરાયેલી ટૂંકી ફિલ્મો પર આધારિત બે દિવસીય ફિલ્મ મહોત્સવ `અસાંજો ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન તા. 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ ભુજમાં શરદબાગ ખાતે કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ મહોત્સવ શહેર, સમાજ, ઓળખ, કામકાજ અને નાગરિક હકો જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર યુવાનોના દૃષ્ટિકોણને રજૂ કરે છે. મહોત્સવના પ્રથમ દિવસે તા. 27 ડિસેમ્બરના સવારે 10-30થી 11 દરમ્યાન ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ત્યારબાદ `આ શહેર કોનું છે ?' વિષયક પ્રથમ સત્રમાં કચ્છ કોનું ? દાસ્તાન-એ-ગલિયાં, હમારી બસ્તીમે, અજમેરી કી લડકિયાં કહાં હૈં ? અખ્ખા દિન, અખ્ખી રાત અને જાતિ આખીર કયેં ? જેવી ટૂંકી ફિલ્મો પ્રદર્શિત થશે, જેના અંતે પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. એ જ દિવસે બપોરે 3થી 5 દરમ્યાન યોજાનારા `મારો હક્ક, મારી ઓળખ' સત્રમાં આલુભીન્ડી, હવા, ચાંદ, બાદલ ઔર મેં, સુંદરતા કયા હૈ ? નસરીન'સ ટેરેસ, બ્યૂટી ઓફ  હાર્ટસ, અવર ડિઝાયર અને ધ વ્હીલ ઓફ લાઇફ જેવી ફિલ્મો રજૂ થશે. સાંજે 5-30થી 7 દરમ્યાન `કામ, કાજ અને સમાજ' વિષયક ત્રીજા સત્રમાં બો પૈસા, સુનિતાબેનનો સુંડલો, ચકલા, તોરણ અને પાણિયા, દારૂડી અને યહ વક્ત હમારા હૈ જેવી ફિલ્મોની રજૂઆત સાથે ચર્ચા યોજાશે. ફિલ્મ મહોત્સવના બીજા દિવસે તા. 28 ડિસેમ્બરના સવારે 10-30થી 11 રજિસ્ટ્રેશન બાદ `સીમાઓસે પરે' વિષયક ચોથા સત્રમાં મોજની ખોજ, સમાજ ઔર સ્ટડી ટેબલ, અ કોમ્પ્લિકેટેડ લાઇફ, રોટી સે ડિગ્રી તક21 સે કયા હોગા ? હિજાબી હેકર અને ડાન્સિંગ સ્ટેપ્સ જેવી ફિલ્મો પ્રદર્શિત થશે. બપોરે 3થી 5 દરમ્યાન યોજાનાર `કયા યે શહર હમારા હૈ ?' સત્રમાં તરતી ગાલ, થૂકના મના હૈ, એકડી ચાડી-એકડી પેટી, તાલ બેતાલ અને ઊડતા બનારસ જેવી ફિલ્મો રજૂ થશે. સાંજે 5થી 7 દરમ્યાન યોજાનાર સમાપન સમારોહમાં ફિલ્મ નિર્માતાઓનું સન્માન, આભારવિધિ તથા લોકકલા પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ મહોત્સવનું આયોજન હુન્નર શાળા ફાઉન્ડેશન, આભત, હોમ્સ ઇન ધ સિટી, સેન્ટર ફોર અર્બન કોમન્સ તથા કચ્છ યુવા નવનિર્માણ સમાજના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ યુવાનોના વિચારોને મંચ આપવો તથા શહેર અને સમાજ અંગે સંવેદનશીલ ચર્ચાને પ્રોત્સાહન આપવાનો છે. આ અંગે વધુ માહિતી માટે મો. 94082 14526 પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Panchang

dd