રાપર : તા. 23 : રાપરથી
આડેસર વચ્ચેના રસ્તાની પહોળાઈ માટે મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારે વીજપોલ લગાડવાની કામગીરીમાં સંકલનના અભાવ જણાઈ રહ્યો છે. ઓછા અંતરે
લગાડવામાં આવેલા થાંભલાઓના કારણે લગાડેલા થાંભલા
ઉખેડવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ અંગે
મળતી વિગતો મુજબ રાપરથી આડેસરનો રસ્તો 10 મીટરનો
મંજૂર થયો છે અને જમીન સંપાદન તથા વીજપોલ સાઈડમાં લગાડવા માટે રૂપિયા 25 કરોડ ફાળવવામાં આવ્યા છે, ત્યારે સોલાર પાવર પીજીવીસીએલને સપ્લાય કરતી એજન્સી દ્વારા આવું કોઈ અંતર રાખ્યું
નથી. માર્ગ અને મકાન વિભાગને જાણ કર્યા વગર
થાંભલા હટાવવા પડે તેમ આરસીસી કરીને લગાડવામાં આવ્યા છે. કોઈ સંકલન વગર
જ કરાતી આવી કામગીરી પ્રત્યે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે અને રોડથી યોગ્ય અંતરે
વીજપોલ લગાડવામાં આવે તે જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. જેથી ભવિષ્યમાં રોડની
પહોળાઈ વધે, તો પણ અડચણરૂપ ન બને તેવું જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા
છે.