• શુક્રવાર, 04 એપ્રિલ, 2025

આરસીબીનું લક્ષ્ય જીતની હેટ્રિક : જીટી વિજયક્રમ જાળવી રાખવા માગશે

બેંગ્લુરુ, તા. 1 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) આઇપીએલની વર્તમાન સીઝનમાં ઘરેલુ મેદાન પર પહેલી મેચ રમવા બુધવારે ઊતરશે, ત્યારે તેનું એકમાત્ર લક્ષ્ય શાનદાર દેખાવથી ગુજરાત ટાઇટન્સ (જીટી) વિરુદ્ધ વિજયનું હશે. આરસીબી સિઝનની બે મેચ જીતી ચૂકી છે અને તેની પાસે જીતની હેટ્રિકની તક છે. બીજી તરફ જીટીએ પહેલી મેચ ગુમાવ્યા પછી વિજયક્રમ પર વાપસી કરી લીધી છે. શુભમન ગિલની ટીમ આરસીબીને તેના હોમ ગ્રાઉન્ડ પર આંચકો આપવા ઉત્સુક છે. બેંગ્લુરુની ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટધરોને મદદગાર રહે છે. આથી આ મેચમાં પણ મોટા સ્કોરની સંભાવના છે. આ મેદાન પર આઇપીએલમાં ત્રણવાર 260થી વધુનો સ્કોર બની ચૂક્યો છે. અહીંની નાની બાઉન્ડ્રી અને ઝડપી આઉટફિલ્ડે હંમેશાં બોલરોની મુશ્કેલી વધારી છે. આમ છતાં આરસીબીના નવા કપ્તાન રજત પાટીદારનું માનવું છે તેના બે મુખ્ય ઝડપી બોલર જોશ હેઝલવૂડ અને ભુવનેશ્વર કુમાર ગુજરાતના બેટધરો પર અંકુશ મૂકવામાં સફળ રહેશે. ગુજરાત માટે સારી વાત એ છે કે તેના બે મુખ્ય ઝડપી બોલર કાગિસો રબાડા અને મોહમ્મદ સિરાજે ફોર્મ વાપસી કરી લીધી છે. જો કે, તેનો ચમત્કારિક સ્પિનર રાશિદ ખાન હજુ સુધી ઝળકયો નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd