• બુધવાર, 30 એપ્રિલ, 2025

બહેતર પ્રદર્શન માટે જીટી આતુર

અમદાવાદ, તા. 18 : પહેલી બે સિઝનમાં આઇપીએલનો ખિતાબ જીતનાર અને ફાઇનલમાં પહોંચનાર ગુજરાત ટાઇટન્સ (જીટી) ટીમ 2024 સીઝનમાં શુભમન ગિલની કપ્તાનીમાં પ્લેઓફ સુધી પણ પહોંચી શકી ન હતી. આ વખતે તે બહેતર દેખાવ માટે આતુર છે. ગઇ સિઝનમાં નિસ્તેજ દેખાવને લીધે પોઇન્ટ ટેબલ પર આઠમા સ્થાને રહી હતી.  પાંચ મેચમાં જીત અને આઠ મેચમાં હાર મળી હતી. બે મેચ વરસાદમાં ધોવાયા હતા. મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સ ફ્રેંચાઇઝીએ ઝડપી બોલર પર છૂટા હાથે ખર્ચ કર્યો હતો. આથી ગુજરાત પાસે આ સીઝનમાં મોહમ્મદ સિરાજ (12.2પ કરોડ), કાગિસો રબાડા (10.7પ કરોડ) અને પ્રસિધ્ધ કૃષ્ણા (9.0 કરોડ)ના રૂપમાં નવી ઝડપી બોલર ત્રિપુટી છે. જે ટાઇટન્સ માટે એકસ ફેકટર બની શકે છે. આ ઉપરાંત જેરાલ્ડ કોએત્ઝી, ઇશાંત શર્મા, ગુરનૂર બરાડ, કુલવંત ખેજરોલિયા અને અરશદ ખાન છે. જો કે ગુજરાતનો દરોમદાર કપ્તાન શુભમન ગિલ અને જોસ બટલર (1પ.7પ કરોડ) પર હશે. બટલર માટે આ વર્ષ ઇંગ્લેન્ડ તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સારું રહ્યંy નથી. તે આની ભરપાઇ આઇપીએલ થકી કરવા માંગશે. તેણે ભારત સામેની પાછલી ટી-20 શ્રેણીમાં ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક રન કર્યાં હતા. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈંગ્લેન્ડની નિષ્ફળતા બાદ તેણે કપ્તાનીથી હાથ ધોવા પડયા છે. આઇપીએલમાં તેની પાસે કપ્તાનીનો ભાર હશે નહીં આથી મુક્ત રીતે રમી શકશે. આઇપીએલ 2022માં 863 રન કરનાર બટલર પાછલી બે સીઝનમાં 400નો આંકડો પણ પાર કરી શકયો નથી. જીટીના કેપ્ટન ગિલે પાછલી સીઝનમાં પહેલીવાર આગેવાની લીધી હતી. 2023માં તેણે 890 રન કર્યાં હતા. હાલ તે ભારતની ટી-20 ફોર્મેટ ટીમનો હિસ્સો નથી. રોહિત અને વિરાટના સંન્યાસ બાદ પણ ગિલને ભારતની ટી-20 ટીમમાં જગ્યા મળી રહી નથી. તે આઈપીએલમાં આનો જવાબ બેટથી આપવા માગશે. ગુજરાત પાસે કપ્તાન ગિલ, બટલર અને સાઇ સુદર્શનના રૂપમાં ત્રણ સારા બેટર છે. તેનું મીડલઓર્ડર પ્રમાણમાં નબળુ છે. ગુજરાત ટાઇટન્સની સંભવિત ઇલેવન : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદરરાહુલ તેવતિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, સાઇ કિશોર, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd