• સોમવાર, 09 માર્ચ, 2026

લોકસભામાં આજે સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ

નવી દિલ્હી, તા. 8 : બજેટ સત્રનો પહેલો તબક્કો સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેની તકરારની ભેંટ ચડી ગયો હતો અને હવે બીજો તબક્કો આવતીકાલે સોમવારથી શરૂ થવાનો છે. આ સત્રની શરૂઆત જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવથી થવાની હોવાથી હંગામાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. આ ઉપરાંત ઈરાન-ઈઝરાયલ યુદ્ધ, ઈરાની સર્વોચ્ચ નેતા ખામેનેઈનાં મૃત્યુ ઉપર ભારતનું સંતુલિત વલણ તેમજ રશિયાથી ક્રૂડની ખરીદી મુદ્દે, અમેરિકી દાવાઓ મુદ્દે વિપક્ષની જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તેનાથી સંકેત મળી રહ્યો છે કે આ તમામ મુદ્દે સંસદમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે. બીજી તરફ સરકાર પણ કમર કસીને તૈયાર જોવા મળી રહી છે. એઆઇ ઇમ્પેક્ટ સમિટમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો સામે કોંગ્રેસના અયોગ્ય પ્રદર્શન અને અન્ય વિપક્ષી સહયોગીઓનો સાથ ન મળતા કોંગ્રેસ કઠેડામાં છે. આ મામલાને દેશનાં અપમાન સાથે જોડીને સરકાર પણ પલટવાર કરી શકે છે.  બજેટ સત્રના બીજા તબક્કામાં વૈશ્વિક સંઘર્ષ અને તેની અસરો ગતિરોધનું કારણ બની શકે છે. વિપક્ષી દળ તરફથી સતત અલગ અલગ વૈશ્વિક મુદ્દા ઉપર પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારતીય સમુદ્ર ક્ષેત્રમાં ઈરાની યુદ્ધ જહાજ ઉપર અમેરિકી હુમલાનો મુદ્દો ભારત માટે પડકારનાં રૂપમાં સંસદમાં વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવી શકે છે.  

Panchang

dd