• સોમવાર, 09 માર્ચ, 2026

ડ્રગ્સ સામેની લડાઈમાં સમાજના તમામ વર્ગનો સહયોગ જરૂરી

ગાંધીધામ, તા. 8 : સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને યુવાધનને નશાના ઘાતક  દૂષણથી બચાવવા માટે ગાંધીધામ ચેમ્બર અને નેશનલ એકેડમી ઓફ કસ્ટમ, ઈન્ડાયરેક ટેક્સ અને નાકોટિક્સ (નાસીન)ના ઉપક્રમે તાજેતરમાં  ડ્રગ ફ્રી ઈન્ડિયા અંગે જાગૃતિ સેમીનારનું આયોજન કરાયું હતું. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે કહ્યંy હતું કે, દેશના ભવિષ્યનું સાચું બળ યુવાધનમાં રહેલું છે. ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત બનાવવાના સંકલ્પમાં યુવાધનનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે, પરંતુ યુવાશિકત નશાનાં દૂષણમાં ફસાઈ જાય, તો માત્ર પરિવાર  અને સમાજ જ નહીં  સમગ્ર રાષ્ટ્ર માટે પડકાર બની શકે. આવા સમયે ડ્રગ્સ જેવી સામાજિક  બીમારી સામે જાગૃતિ ફેલાવવી એ દરેક સંસ્થા, નાગરિકની સંયુક્ત જવાબદારી હોવાનું તેમણે કહ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા  નશાના ગેરકાયદે  જથ્થાને પકડવા માટે અને તેને નાબૂદ કરવા  માટે કરાતી કાર્યવાહી  અને સતત જાગૃતિ અભિયાન સમાજ માટે પ્રેરણાદાયક હોવાનું કહ્યુyં હતું. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે સફળતા-નિષ્ફળતા જીવનનો ભાગ છેપરંતુ તેના કારણે કોઈ ખોટી દિશામાં વળવું  યોગ્ય નથી , નશા જેવી પ્રવૃત્તિ સામેની લડતમાં સમાજના તમામ વર્ગનો સહયોગ જરૂરી હોવાનું  શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું. એસઓજી પીઆઈ બી. જી. ડાંગરે યુવાનોને સંબોધતા કહ્યું હતું કે, નશાનાં દૂષણથી માત્ર વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજ દુ:ખી થાય છે. યુવા મજબૂત તો  દેશ મજબૂત  એ સૂત્રને સાર્થક કરવા દરેક યુવાનને જીવનશૈલી સકારાત્મક રાખવા અપીલ કરી હતી. નાસીનના નિવૃત્ત આસિસ્ટન્ટ ડાયરેક્ટર  અનુરાય સંજન ખરે  અને એડિશનલ આસિસ્ટન્ટ ડાયરેક્ટર  નીતિન સિવાયે ડ્રગ્સ અને  તેમનાં નામ, શરીર અને મન ઉપર થતી વૈજ્ઞાનિક અસરઅંગે માહિતી આપી હતી. તેમણે વિશ્વભરમાં કરોડોનો કારોબાર ધરાવતો ડ્રગ્સનો વેપાર  દેશની સુરક્ષા સામે ગંભીર પડકાર હોવાનું કહ્યું હતું. ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ કહ્યું હતું કે, ડ્રગ્સનું નેટવર્ક માત્ર વ્યક્તિને નહી દેશની અર્થવ્યવસ્થા  અને સુરક્ષાને પણ અસરકર્તા છે. અબજો રૂપિયાનું ગેરકાયદે નાણાપ્રવાહ હવાલા કૌભાંડ, શત્રોની ખરીદી અને આંતકવાદી પ્રવૃત્તિઓમાં વપરાતું હોવું દેશ માટે બેધારી તલવાર સમાન  હોવાનું   કહ્યું હતું.  ડ્રગ્સ એ ઉકેલ નથી, જીવન કિંમતી છે સૂત્ર સાથે વિદ્યાર્થીઓને જીવનમાં સકારાત્મક  વિચારસરણી અપનાવી, સ્વસ્થ, જવાબદાર નાગરિક બનવા પ્રેરણા આપી હતી. ખજાનચી કૈલેશ ગોર,   કારોબારી સભ્યો હરિશ માહેશ્વરી, અનિમેષ મોદી, રાકેશ જૈનલક્ષ્મણ આહીરતેજશ શેઠ, દેનુ કંપાનિયાશરદ ઠક્કરશરદ શેટ્ટી, રામકરણ તિવારીદીપક બજાજ, કમલેશ પરિયાણી, વુમન્સ વિંગના ડો. સુરભિ  આહીર, વૈભવી ગોર  પોલીસ વિભાગના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd