• શનિવાર, 07 માર્ચ, 2026

ફાઈનલ પૂર્વે અરિજિત, રિકી માર્ટિન, ફાલ્ગુની પાઠક ધૂમ મચાવશે

અમદાવાદ, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં 8 માર્ચે યોજાનારી ટી20 વર્લ્ડ કપ ફાઈનલને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મુકાબલો રમાનાર છે. આ મહામુકાબલા પહેલા ભવ્ય ક્લાઝિંગ સેરેમની અને મેગા કલ્ચરલ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ-વિદેશના જાણીતા ગાયકો પ્રદર્શન કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક અરિજીત સિંહ, ગુજરાતની લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠક અને આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિકી માર્ટિન પરફોર્મન્સ આપશે. અંદાજે 1.25 લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમ ટી20 વર્લ્ડ કપના સમાપનને યાદગાર બનાવશે. સંગીત, લાઈટિંગ અને ભવ્ય સ્ટેજ શો સાથે ક્રિકેટ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. અમદાવાદના આંગણે ફરી એકવાર ક્રિકેટનો મહાકુંભ રમવા જઈ રહ્યો છે ત્યારે ટી20 વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો ઉમટવાના છે, ત્યારે આતંકી ગતિવિધિ અને ભીડમાં ભાગદોડ ન સર્જાય તે માટે પોલીસે અભેદ કિલ્લો તૈયાર કર્યો છે. મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3 લેયરમાં ચાકિંગ કરવામાં આવશે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં 200 જેટલા સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવશે.  

Panchang

dd