• બુધવાર, 30 એપ્રિલ, 2025

આઇપીએલના ઉદ્ઘાટન સમારંભમાં વરુણ-શ્રદ્ધા અને અરિજિત જમાવટ કરશે

કોલકાતા, તા.17 : આઇપીએલ-202પ સીઝનનો તા. 22 માર્ચથી પ્રારંભ થશે. કોલકાતાના ઐતિહાસિક મેદાન ઇડન ગાર્ડન પર ઉદ્ઘાટન મેચમાં વર્તમાન વિજેતા કોલકાતા નાઇટ રાઈડર્સની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ થશે. મેચ સાંજે 7-30થી શરૂ થશે. આ પહેલાં ઇડન ગાર્ડન પર ભવ્ય અને ઝાકઝમાળભર્યો ઉદ્ઘાટન સમારંભ યોજાશે. આઇપીએલ-202પ સીઝનના ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડના સિતારાઓનો જમાવડો થશે. અહેવાલ અનુસાર વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર ડાન્સ પરફોર્મ કરશે. આ ઉપરાંત નંબર વન સિંગર અરિજિતસિંઘ પણ તેમના અવાજથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે. સંગીતકાર પ્રીતમ સાથે પણ બીસીસીઆઇ વાતચીત કરી રહ્યંy છે. ઉદ્ઘાટન સમારોહ લગભગ પ-30થી શરૂ થશે અને એક કલાક સુધી ચાલશે. જેમાં તમામ ટીમના કેપ્ટન હાજર રહેશે કે નહીં તે જાહેર થયું નથી. ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં મેચ પહેલાં લેસર શો પણ થશે. બીસીસીઆઇ અને આઇપીએલ ગવર્નિંગ બોડીના પદાધિકારીઓ પણ હાજર રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd