• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

શરમજનક સફાયા બાદ ટીમ સામે `ગંભીર' સવાલો

નવી દિલ્હી, તા. 5 : ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં મળેલી હારને કારણે કપ્તાન રોહિત શર્મા, વિરાટ કોહલી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત થયાના ત્રણ મહિનામાં જ ટીકાનો સામનો કરી રહ્યો છે. ગંભીરની ટીમના મુખ્ય કોચ તરીકે ખૂબ જ ધામધૂમથી નિમણૂક કરવામાં આવી હતી. તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી સમિતિની બેઠકમાં પણ તેને સામેલ કરવામાં આવ્યો હતો. ટીમ સાથે તેનું પ્રારંભિક રિપોર્ટ કાર્ડ અપેક્ષા અનુસાર રહ્યું નથી. મુંબઇ ટેસ્ટમાં 147ના મામૂલી લક્ષ્ય સામે ઢંગધડા વગરની ભારતીય ટીમ માત્ર 121 રનમાં સમેટાઇ ગઇ હતી અને કિવી ટીમ ભારતનો ભારતમાં 3-0થી સફાયો કરનારી પ્રથમ ટીમ બની હતી. એક માત્ર પંતે 64 રન સાથે પ્રતિકાર કર્યો હતો. રોહિત 11 અને કોહલી 1 રને આઉટ થયો હતો. એજાઝ પટેલે 57 રનમાં છ વિકેટ લીધી હતી. ભારતીય ટીમની પસંદગીના મામલામાં ગંભીરને ઘણી સ્વતંત્રતા આપવામાં આવી છે. જો હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમના પ્રદર્શનમાં કોઈ મોટો સુધારો નહીં થાય તો તે ભવિષ્યમાં ટીમ સંબંધિત બાબતોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકશે નહીં. ગંભીરે કોચ તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે તરત જ ભારત 27 વર્ષમાં પહેલી વખત શ્રીલંકા સામે વનડે સીરિઝ હારી ગયું હતું. અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે ટેસ્ટમાં ભારતીય ટીમનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. ભારત આ પહેલા ક્યારેય ઘરઆંગણે ત્રણ કે તેથી વધુ મેચોની સીરિઝમાં ટેસ્ટમાં સફાયો થયો નથી.  સુત્રોના જણાવ્યા અનુસાર, 'ગૌતમ ગંભીરને એવી સત્તા આપવામાં આવી હતી. જે તેના પુરોગામી રવિ શાસ્ત્રી અને રાહુલ દ્રવિડ પાસે ન હતી. બીસીસીઆઈના નિયમ કોચને પસંદગી સમિતિની બેઠકોમાં ભાગ લેવાની મંજૂરી આપતા નથી. પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગીની બેઠક ગંભીરને સામેલ કરવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ રોહિત, વિરાટ, અશ્વિન અને જાડેજા પૈકી બે ખેલાડીને ટૂંક સમયમાં `િનવૃત્ત' કરાશે. પ્રવાસના મહત્વને ધ્યાનમાં રાખીને મુખ્ય કોચને તેમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી હતી.' હવે બીસીસીઆઈ પણ ગંભીરથી નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang