નવી દિલ્હી, તા. 4 : ટીમ ઇન્ડિયાનો સાથ છોડનાર રાહુલ દ્રવિડ
હવે આઇપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચની જવાબદારી સંભાળશે. રાજસ્થાન રોયલ્સ ફ્રેંચાઇઝી
અને રાહુલ દ્રવિડ વચ્ચે કરારના હસ્તાક્ષર થઈ ગયાના અહેવાલ છે. આઇપીએલની મહાહરાજી પૂર્વે
દ્રવિડ તેમની કામગીરી શરૂ કરી દેશે. રાજસ્થાન રોયલ્સના વર્તમાન કપ્તાન સંજુ સેમસન સાથે
દ્રવિડના સારા વ્યાવસાયિક સંબંધ છે. કુમાર સંગકારા રાજસ્થાન રોયલ્સનો ક્રિકેટ ડાયરેક્ટર
બની રહેશે. આ ઉપરાંત રાહુલ દ્રવિડ ખુદ રાજસ્થાન રોયલ્સની 2012 અને 2013 સિઝનમાં કપ્તાની
કરી ચૂક્યા છે.