• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

વિનેશ અને બજરંગ ચૂંટણી લડશે

ચંદીગઢ, તા.4 : વિધાનસભા ચૂંટણી માટે હરિયાણામાં આવવા માંડેલા રાજકીય ગરમાવા વચ્ચે ચર્ચિત પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પણ આ વખતે રાજનીતિના અખાડામાં ઉતરવા તૈયાર છે. હકીકતમાં વિનેશ અને બજરંગે બુધવારે દિલ્હી પહોંચી રાહુલ ગાંધીના આવાસ પર મુલાકાત લીધી હતી, ત્યારથી ચર્ચા જાગી છે. કોંગ્રેસ ઉમેદવારોની યાદી જારી થવાથી પહેલાં બન્ને પહેલવાનોની વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાતે રાજકીય જગતમાં બન્નેના ચૂંટણી લડવા પરની ચર્ચા જગાવી છે. અહેવાલો અનુસાર, છેલ્લાં 10 વર્ષથી સત્તા ભોગવતો ભાજપ પક્ષ અત્યારે શાસન વિરોધી લહેરનો સામનો કરે છે. ત્યારે કેસરિયા પક્ષને સત્તા પરથી હટાવવા પ્રયત્નશીલ કોંગ્રેસ ફોગાટ અને પુનિયાને ઉતારી પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે. મળતી માહિતી મુજબ, વિનેશ ફોગાટ જુલાના બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડશે જ્યારે બજરંગ પુનિયાને કોંગ્રેસ બાદલી બેઠક પરથી ઉતારશે. ભારતીય કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ નેતા બ્રિજભૂષણ શરણસિંહ પર યૌન શોષણનો આરોપ મૂકીને આંદોલન છેડનાર વિનેશ અને બજરંગ હવે ભાજપને રાજકીય અખાડામાં પડકાર ફેંકશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang