પેરિસ, તા. 4 : દેશવાસીઓ જેના પર ચંદ્રકની આશા રાખી રહ્યા છે
એ ભારતનો બેડમિંટન સ્ટાર લક્ષ્ય સેન ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે પેરિસ ઓલિમ્પિક
2024નો સેમિફાઇનલ મુકાબલો હારી જતાં નિરાશા ફેલાઇ છે. વિક્ટરે સતત બે ગેમ જીતીને લક્ષ્ય
સેન સામેની મેચ પોતાના નામે કરી લીધી હતી. પહેલી ગેમમાં 22-20 અને બીજી ગેમમાં વિક્ટરે
21-14નો સ્કોર કર્યો હતો. હવે લક્ષ્ય સેન બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો રમશે. એક્સલસેન
અને લક્ષ્ય વચ્ચેના આમને-સામને આંકડા પ્રમાણે વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન એક્સલસેન ભારે
છે. બન્ને વચ્ચે આઠ મુકાબલામાંથી લક્ષ્ય માત્ર એક જ વખત જીત નોંધાવી શક્યો છે. જો કે,
આ વખતે લક્ષ્ય ફોર્મમાં હોવાથી જીતની ચર્ચા હતી.