• ગુરુવાર, 02 મે, 2024

મહિલા વન-ડેમાં 300 ઉપરનો સ્કોર પાર કરનારી શ્રીલંકા પહેલી ટીમ

પોચફસટ્રુમ (. આફ્રિકા) તા. 18 : મહિલા વન-ડે મેચમાં પ્રવાસી ટીમ શ્રીલંકાનો . આફ્રિકા સામે વિશ્વ વિક્રમી વિજય થયો છે. અનુભવી ઓપનિંગ બેટર ચમારી અટાપટ્ટુની અણનમ અને વિક્રમી 19 રનની ઇનિંગ્સથી શ્રીલંકાએ મહિલા વન-ડે ઇતિહાસનો સૌથી મોટો વિજય લક્ષ્યાંક સર કરીને જીત મેળવી હતી. પ્રથમ દાવ લેનાર . આફ્રિકાની મહિલા ટીમે 0 ઓવરમાં વિકેટે 301 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં શ્રીલંકાએ 33 દડા બાકી રાખીને 44.3 ઓવરમાં 4 વિકેટે 30 રન કરીને શ્રેણીની ત્રીજી અને આખરી વન-ડે મેચમાં જીત મેળવી હતી. મહિલા વન-ડે ક્રિકેટમાં પહેલીવાર કોઇ ટીમે 300 કે તેથી વધુ રનનો વિજય લક્ષ્યાંક પાર કર્યો છે. શ્રીલંકા તરફથી ચમારી અટાપટ્ટુએ 13 દડામાં 29 ચોગ્ગા અને છગ્ગાથી 19 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.  તેની દાવે . આફ્રિકાની કપ્તાન લોરા વોલ્વાર્ડટની અણનમ 184 રનની ઇનિંગ્સ પર પાણી ફેરવી દીધું હતું. લોરાએ 147 દડામાં 23 ચોગ્ગા અને 4 છગ્ગાથી 184 રન બનાવ્યા હતા. મહિલા વન-ડેમાં પહેલાં 2012માં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 289 રન આંબ્યા હતા. જે રેકોર્ડ તૂટયો છે. ક્રિકેટ ઇતિહાસમાં લક્ષ્યનો પીછો કરતી વખતે ચમારી અટાપટ્ટુનો 19 રનનો સ્કોર બીજા ક્રમે છે. તેનાથી આગળ ફકત ગ્લેન મેકસવેલ (201*) છે. શ્રીલંકા અને . આફ્રિકાની મહિલા ટીમ વચ્ચેની ત્રણ વન-ડે મેચની શ્રેણી 1-1થી ડ્રો રહી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang