• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

સીસીઆઇ બિલિયર્ડસમાં પંકજ અડવાણી ચેમ્પિયન

નવી દિલ્હી, તા.2 : વર્લ્ડ ચેમ્પિયન પંકજ અડવાણીએ તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને એક તરફી ફાઇનલમાં ઇંગ્લેન્ડના ડેવિડ કૌઝિયરને 1836 વિરુદ્ધ 743 પોઇન્ટથી હાર આપીને અખિલ ભારતીય સીસીઆઇ બિલિયર્ડસ ખિતાબ જીતી લીધો હતો. શાનદાર ફોર્મમાં રમી રહેલા પંકજ અડવાણીએ 10 વખતના પૂર્વ ચેમ્પિયન કૌઝિયર વિરુદ્ધ ચાર કલાકના ફાઇનલ દરમિયાન 810 અને 460 પોઇન્ટના બે મોટા બ્રેક બનાવ્યા હતા. પંકજ અડવાણીએ સેમિ ફાઇનલમાં સિંગાપોરના ખેલાડી પીટર ગિલક્રિસ્ટને 1040 વિ. 9 પોઇન્ટથી હાર આપી હતી. પંકજ અડવાણીએ વિજેતા ટ્રોફી સાથે અઢી લાખનું ઇનામ મળ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang