• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

કુંભારિયામાં અગાઉના ઝઘડા સંદર્ભે યુવાન પર હુમલો

ગાંધીધામ, તા. 21 : રાપરનાં કુંભારિયામાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી આઠ શખ્સે એક યુવાન પર હુમલો કર્યો હતો. કુંભારિયાના ભરવાડ-વાસમાં રહેનારા ફરિયાદી રમેશ હીરા ભરવાડ ગઇકાલે સાંજે ગામની બજારમાં દુકાને ઊભો હતો, ત્યારે પ્રાણઘાતક હથિયારો સાથે રાજુજી સુમરાજી સમા, લાધાજી રાજમલજી સમા, સુમરાજી મેઘરાજજી સમા, રમજાન મલુજી બાવોજી સમા, ઇકબાલ રાજમલજી સમા, ભાવાજી રાજમલજી સમા, રતન મલુજી નંદાજી સમા, સંગ્રામ મલુજી સમા નામના શખ્સો ત્યાં આવ્યા હતા અને અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી આ શખ્સોએ યુવાનને પકડી પાડી તેના પર ધોકા, ઊંધા ધારિયા વડે હુમલો કર્યો હતો. બાદમાં રાજુજી સમાએ તેને મારી નાખવાના ઇરાદે છરી વડે ગળામાં હુમલો કરવા જતાં ફરિયાદી નીચે નમી જતાં તેને માથાંની ડાબી બાજુ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd